ગાંધીનગર જીલ્લાના રકનપુરમાંથી ૭૩ લાખના દારૂ સાથે ૧ કરોડનો મુદ્દામાલ કબજે

ગાંધીનગરના સાંતેજ સ્થિત રકનપુરમાં એક ગોડાઉનમાં દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતી એસએમસી (સ્ટેટ મોનીટરીંગ સેલ)ના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે આ ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે રૂ.૭૩,૬૭,૦૪૮ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો.


તે સિવાય પાંચ વાહનો અને રૂ.૫૪,૫૦૦ રોકડા, ૨ જીપીએસ સિસ્ટમ વગેરે મળીને કુલ રૂ. ૧,૦૮,૨૩,૦૪૮ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગોડાઉનમાંથી દારૂનું કટીંગ ચાલી રહ્યું હતું ત્યારે જ પોલીસે દરોડો પાડ્યો હતો.અહીંથી પોલીસે દારૂના ગોડાઉનનું હેન્ડલીંગ કરનાર તથા રાજસ્થાનથી વાહનમાં દારૂનો જથ્થો મોકલનારા વગેરે મળીને સાત આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે સાત ફરાર આરોપીની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ સાંતેજ પોલીસ ચલાવી રહી છે.

Leave a Comment