અરવલ્લીના મોડાસામાં આવેલ દેવરાજધામના જંગલો પાસે લટકતી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો

અરવલ્લીના મોડાસામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. 

જેના વિશે સાંભળીને તમારા પણ રૂંવાડા ઉભા થઈ જશે. અહીંયા એક યુવકની જંગલમાં લટકતી હાલતમાં લાશ મળી આવી છે. જેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. યુવકે આવું શા માટે કર્યું તેને લઈને કોઈ માહિતી સામે નથી આવી. જાેકે આ બનાવને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સાથે જ લોકો નવાઈ પામી ગયા છે.


બનાવની જાે વિગતવાર વાત કરીએ તો મોડાસાના દેવરાજધામ પાસેના જંગલનો આ બનાવ છે. જ્યાં એક યુવકની લટકતી હાલતમાં લાશ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યું હોવાનું સામે આવ્યું છે. જે જગ્યાએ યુવકે આપઘાત કર્યો છે તે જગ્યાએથી યુવકની બેગ મળી આવી છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તુરંત સ્થળ પર પહોંચી હતી અને પોલીસે આ મામલે કાયદેસરની કાયર્વાહી હાથ ધરી છે. મૃતક યુવક ઉત્તરપ્રદેશના હમીરપુરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સાથે જ તેની ઉંમર ૨૪ વર્ષ હોવાનું સામે આવ્યું છે. જાેકે યુવકે આવું શા માટે કર્યું તેને લઈને કોઈ માહિતી સામે નથી આવી. જાેકે આ બનાવ હાલ જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે.


સમગ્ર મામલે હાલ મોડાસા ટાઉન પોલીસ તપાસ કરી રહી છે કે યુવકે આવું પગલું શા માટે ભર્યું છે. સાથે જ પોલીસે આ કેસમાં અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળેથી તો માત્ર યુવકની બેગ મળી આવી છે. જેથી પોલીસ તે બેગને આધારે પણ તપાસ હાથ ધરશે. ઘટનાની જાણ થતાં જ સ્થળ ઉપર પણ મોટા પ્રમાણમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને યુવકને લટકતી હાલતમાં જાેઈ લોકો ચોંકી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે અરવલ્લી મોડાસાના દેવરાજધામ પાસેનો આ બનાવ છે, કે જ્યાં લટકતી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. યુવકના મૃતદેહ પાસેથી તેની બે બેગો મળી આવી છે. પોલીસે તપાસ આરંભી તો યુવકની ઉંમર ૨૪ વર્ષ અને તે ઉત્તરપ્રદેશના હમીરપુરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જાેકે આ ઘટનાને લઈને જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. સાથે જ લોકો નવાઈ પામી ગયા છે.

Leave a Comment